National science day by Jigisha Makwana

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારતના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ.સી.વી.રામને “ રામન પ્રભાવ “ એટલે કે રામન ઈફેક્ટની શોધ તા. ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ કરી હતી અને પરિણામો મેળવ્યા હતા. આ તેમણે ઈ.સ. ૧૯૩૦માં નોબલ પારિતોષિક એનાયત થયું. ભારતમાં સૌપ્રથમ વિજ્ઞાનક્ષેત્રે ૧૯૬૪માં નોબલ પારિતોષિક મેળવનાર પ્રથમ વિજ્ઞાની હતા. ડૉ.સી. વી. રામનનું જીવન સાદગીપૂર્ણ અને સરળ હતું. સર સી.વી.રામને શોધી કાઢ્યું કે પ્રકાશનું કિરણ સાત રંગનું બનેલું છે. આ સંશોધનને એમણે ‘ રામન પ્રભાવ’ નામ આપ્યું. તેમના કહેવાનુસાર “ પ્રકાશના કિરણોનું નિયમિત પરાવર્તન થઈ તો પ્રકાશની તરંગલંબાઈમાં ફેરફાર થતો નથી. પરંતુ જો એનું અનિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગલંબાઈમાં ફેરફાર માલૂમ પડે છે.”નો શોધ માટે તેમણે બનાવેલ સાધનનો ખર્ચ માત્ર રૂપિયા ૨૦૦/- થયો હતો. પરંતુ તેના દ્વારા વિજ્ઞાનની એક નવી દિશા ખુલી. આ રમણ પ્રભાવનો ઉપયોગ વિવિધ પદાર્થોના આતરિક બંધારણ જાણવામાં થાય છે. સમગ્ર વિશ્વમાં આ શોધ દ્વારા ગૌરવ પ્રાપ્ત થયું હતું. અને તેની જાહેરાત સૌપ્રથમ ૨૮ ફ...