Gujarati News

પાલનપુર-અમીરગઢ રોડ પર ડાભેલી ગામ નજીક બે જીપ વચ્ચે ગોઝારો અકસ્માતઃ 4ના મોત

અમદાવાદ: પાલનપુર-અમીરગઢ રોડ પર ડાભેલી ગામ નજીક મોડી રાત્રે મુસાફરોથી ખીચોખીચ ભરેલી બે જીપ વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ મહિલા સહિત ચાર વ્યકિતના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે પાલનપુર-અમીરગઢ રોડ પર ડાભેલી ગામ પાસેથી મોડી રાત્રે પસાર થઇ રહેલી એક જીપ સામેથી આવી રહેલી અન્ય એક જીપ સાથે જોરદાર ધડાકાભેર અથડાતાં આ ગમખ્વાર ઘટના બની હતી. આ અકસ્માતમાં બંને જીપનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.

કમાન્ડર જીપમાં બેઠેલી ત્રણ આદિવાસી મહિલા અને એક યુવાનનું ગંભીર ઇજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું.

જ્યારે જીપમાં બેઠેલ અન્ય દસ મુસાફરોનો અદ્ભુત બચાવ થયો હતો. જીપમાં બેઠેલા પ્રવાસીઓ આદિવાસી મજૂર હોવાનું જાણવા મળે છે.


બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશોને પીએમ માટે પાલનપુરની હોસ્પિટલ ખાતે ખસેડી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના નામ-સરનામાં હજુ સુધી જાણવાં મળ્યાં નથી. આ ઘટનાને પગલે રોડ પરનો ટ્રાફિક કલાકો સુધી જામ થઇ જતાં અનેક વાહનચાલકો હાલાકીમાં મુકાઇ ગયા હતા.

Jigisha Makwana

Comments

Popular posts from this blog

વિશ્વ માતૃભાષા દિન

ગુજરાતી સુવિચાર

બેટી બચાવો !