News by Jigisha Makwana

બજેટસત્રનો અપૂરતી વ્યવસ્થા કારણે પત્રકારોએ કર્યો બહિષ્કાર


ગુજરાતમાં આજે નવી ચૂંટાઇને રૂપાણી સરકારનું પહેલું બજેટ છે. પણ બજેટ પહેલા જ રૂપાણી સરકારની મુશ્કેલીઓ વધી ગઇ. ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2018-19નું અંદાજપત્ર રજૂ થવાનું હતું. નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી તેવા નીતિન પટેલ દ્વારા બપોરે 1 વાગે વિધાનસભા ગૃહમાં આ બજેટ રજૂ થાય તે પહેલા જ ગૃહમાં બજેટ માટે અવ્યવસ્થાના પગલે પત્રકારોએ આ વાતનો વિરોધ કર્યો હતો. અને હવે પત્રકારો દ્વારા બજેટનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે. અપૂરતી વ્યવસ્થા મુદ્દે પત્રકારોએ બહિષ્કાર કરતા વિપક્ષ દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બજેટ પહેલાની પ્રશ્નોત્તરીકાળમાં પત્રકારોને પ્રશ્નોત્તરી ન મળતા તેમણે બજેટના કવરેજનો વિરોધ કર્યો છે.

જો કે આ મામલે વિજય રૂપાાણીના મંત્રી કૌશિક પટેલ પત્રકારોને સમજાવવા પ્રયાસ કર્યા હતા. પણ તેમ છતાં પત્રકારોએ તેમનો વિરોધ ચાલુ રાખી બજેટના બહિષ્કારની વાત ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે જીએસટી પછી પહેલી વાર ગુજરાતમાં બજેટ રજૂ થઇ રહ્યું છે. અને વધુમાં 2019ની લોકસભાની ચૂંટણીને જોતા આ બજેટ મહત્વનું માનવામાં આવે છે.

JIGISHA MAKWANA

Comments

Post a Comment

Popular posts from this blog

વિશ્વ માતૃભાષા દિન

ગુજરાતી સુવિચાર

બેટી બચાવો !