Gujarati News
અમેરિકામાં વધુ એક ભારતીય મૂળના વ્યક્તિનું ગોળીમારીને કરાઈ હત્યા
અમેરિકાનાં જ્યોર્જિયા રાજ્યમાં બે સ્ટોરમાં એક શખ્સે કરેલા ગોળીબારમાં એક ભારતીય મૂળની વ્યકિત્નું મોત થયું હતું જ્યારે બીજાને ગંભીર ઈજા થઈ હતી. બીજી એક ઘટનામાં ગોળીબાર કરીને લૂંટફાટ કરવાના બનાવમાં પાર્થ પટેલને ગોળી વાગતાં ગંભીર ઈજા થઈ હતી.
શેરીફના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે સાંજે બર્નેટ ફેરી રોડ પર હાઇટેક ક્વિક સ્ટોપમાં 44 વર્ષીય પરમજિતસિંહને એક કરતાં વધુ ગોળી મારવામાં આવી હતી, જેમાં તેનું મોત નિપજ્યું હતું. તેનાં બે બાળકો હાઇસ્કૂલમાં ભણે છે. આ ઘટનાની દસ મિનિટ બાદ બંધૂકધારીએ અન્ય એક સ્ટોરમાં ઘૂસીને એલ્મ સ્ટ્રીટ ફૂડ એન્ડ બેવરેજમાં બંધૂકધારીએ પૈસા લંૂટયા અને ૩૦ વર્ષના પાર્થ પટેલને ગોળી મારી હતી, તેની હાલત ગંભીર છે.
શંકાસ્પદ 28 વર્ષીય રાશદ નિકોલસન પર હત્યા, લૂંટફાટ, મારપીટ, શસ્ત્ર રાખવાનો અને ગુનાને અંજામ આપવા સહિતના કેટલાક આરોપ લગાવાયા છે, તેને ફ્લોયડ કાઉન્ટી જેલમાં રખાયો છે. એક સ્થાનિક અખબારના અહેવાલ મુજબ ફ્લોયડ કાઉન્ટી પોલીસના મેજર જેક જોન્સે કહ્યું કે અધિકારીને મળેલા સુરક્ષા વીડિયોને જોતાં જાણવા મળે છે કે શંકાસ્પદ સ્ટોરમાં ગયા તેણે કાઉન્ટરની પાછળ ઊભેલા સિંહને તરત ત્રણ ગોળીઓ મારી હતી, ત્યાં એક મહિલા કર્મચારી પણ હતી, પરંતુ તે ઘાયલ થઈ નથી. તેણે જણાવ્યું કે સ્ટોર લૂંટવાનો કોઈ જ પ્રયાસ થયો નહોતો. નિકોલસન આ પહેલાં પણ કેટલાય અપરાધ કરી ચૂક્યો છે.
ભારતીય મૂળની વૃદ્ધા અને તેનો પુત્ર મૃત મળ્યાં
બીજી તરફ ગઈ ૨ ફેબ્રુઆરીએ ભારતીય મૂળની એક વૃદ્ધા અને તેનો પુત્ર વોશિંગ્ટનના ર્વિજનિયા વિસ્તારમાં મૃત મળી આવ્યાં હતાં, તેમને ગોળી મારી હોવાનું જણાતું હતું.
પોલીસે 65 વર્ષની માલા મનવાણી અને તેના ૩૨ વર્ષના પુત્ર રિષિ મનવાણીના કથિત હત્યારાઓને પકડવા એક અભિયાન શરૂ કર્યું છે. પોલીસને કોઈ શખ્સે ટેલિફોન બૂથ પરથી સૂચના આપી હતી કે તેનો સહકર્મી કામ પર આવ્યો નથી. લોઉડોન કાઉન્ટીના શેરીફ કાર્યાલયે જણાવ્યું કે ત્યાં બે વ્યક્તિ મૃત મળી આવી હતી.
Jigisha Makwana

Comments
Post a Comment