Gujarati News

સુરત રેલ્વે સ્ટેશન પર બે બુટલેગરો વચ્ચે ગેંગવૉર


સુરતમાં રેલ્વે સ્ટેશન પર બુટલેગરો વચ્ચે ગેંગવોર થયું હતું. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર જ બુટલેગરોના બે જૂથો વચ્ચે વૉર થયું હતું. 1નંબરના પ્લેટફોર્મ પર આવેલી પાર્સલ ઓફિસ પાસે 2 જૂથો વચ્ચે મારામારી ચાલુ થઈ જતાં મુસાફરોમાં ભયના માહોલ સર્જાયો હતો.

આ મારામારીમાં બુટલેગર વલ્લીઉલ્લાના ભાઈ અને અન્ય એક શખ્સને ઈજા થઈ હતી. રેલ્વે સ્ટેશન પર દારૂના અડ્ડા મામલે રેલવે પોલીસની કામગીરી અંગે પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. ગેંગવૉરના કારણે કેટલાક વાહનોને પણ નુકશાન પહોંચ્યું હતું. જો કે રેલવે પોલીસની આગળની કાર્યવાહીની કોઈ માહિતી મળી નથી.



જો કે આ બુટલેગરો કઈ બાબતે મારામારી કરવા લાગ્યા હતા તે પણ જાણવા મળ્યું નથી. મારામારી બાદ પોલીસ આવતા બંને જૂથો શાંત પડ્યા હતા અને પોલીસે આગળની કાર્યવાહી આરંભી હતી.

- Jigisha Makwana

Comments

Popular posts from this blog

વિશ્વ માતૃભાષા દિન

ગુજરાતી સુવિચાર

બેટી બચાવો !