Gujarati News
સાઉદી અરબમાં સુષ્મા સ્વરાજ અને કિંગ સલમાને સાંસ્કૃતિક મહોત્સવ જનાદ્રિયાહનું ઉદ્દઘાટન કર્યું
સાઉદી અરબ પહોંચેલા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. સુષ્મા સ્વરાજ અને સાઉદી અરબના કિંગ સલમાને ત્યાંના સાંસ્કૃતિક મહોત્સવ જનાદ્રિયાહનું ઉદ્દઘાટન કર્યું. આ નિમિતે પ્રારંભમાં ઉંટ રેસ યોજાઇ.
વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સાઉદીના કિંગ સલમાન અને અન્ય પ્રિન્સ સાથે મળીને ઉંટ રેસ નિહાળી. આ પહેલા યોજાયેલી બેઠકમાં ભારત અને સાઉદી અરબના સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સાઉદી અરબમાં પ્રતિષ્ઠિત જનાદ્રિયાહ મહોત્સવનો પ્રારંભ થયો. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ આ ત્રિદિવસીય રંગાંરગ ઉત્સવને સાઉદીના કિંગ સલમાન સાથે પહોંચ્યા હતા. આ ઉત્સવમાં સાઉદી અરબના ઇતિહાસને રજૂ કરવામાં આવ્યો હતો.
જનાદ્રિયાહ ઉત્સવનું આયોજન નેશનલ ગાર્ડસ દ્વારા કરવામાં આવ્યું. આ ઉત્સવમાં સાઉદી અરબની સંસ્કૃતિ અને વિરાસતને પ્રદર્શિત કરવામાં આવી. ભારત આ ઉત્સવમાં વિશિષ્ટ અતિથિ રાષ્ટ્ર છે. આ ઉત્સવની 32મી શ્રેણી છે. ઉત્સવની શરૂઆત 1985માં સત્તારૂઢ શાહના સંરક્ષણમાં થઇ હતી.
આ કાર્યક્રમ બે સપ્તાહ સુધી ચાલશે. ઉત્સવમાં ઘણા પ્રકારની ચિત્રકારી, સંગીત અને વ્યંજનના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
તો સાઉદી અરબના જનાદ્રિયાહ મહોત્સવમાં જુદા જુદા પેવેલિયન બનાવવામાં આવ્યા છે. જેમાં ભારતનું મેક ઇન ઇન્ડિયા પેવેલિયન પણ બનાવવામાં આવ્યું. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કિંગ સલમાન સાથે આ પેવેલિયનની મુલાકાત લીધી હતી.
Jigisha Makwana

Comments
Post a Comment