Gujarati News

ભારત વિરુદ્ધ અમેરિકી હથિયારનો ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાન


અમેરિકા ઘ્વારા જે હથિયાર તાલિબાન જેવા આતંકી સંગઠનો સામે ઉપયોગ કરવા માટે પાકિસ્તાનને આપ્યા હતા. તેનો ઉપયોગ પાકિસ્તાન ભારત સામે કરી રહ્યું છે. હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ભારત ઘ્વારા પાકિસ્તાનને જે સબૂત આપવામાં આવ્યા છે તેમાં US TOW-2A એન્ટી ટેન્ક મિસાઈલનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ એક અમેરિકી હથિયાર છે જેનો ઉપયોગ પાકિસ્તાનને તેના દેશમાં ચાલી રહેલા આતંકી સંગઠનો સામે ઉપયોગ કરવા માટે આપવામાં આવ્યા છે.

છેલ્લા લગભગ 6 અઠવાડિયાથી ભારત અને પાકિસ્તાન સીમા વચ્ચે એક યુદ્ધ છેડાઈ ગયું છે. ભારતીય સેનાને કાશ્મીર ઘાટીમાં છુપાયેલા આતંકીઓ અને સીમા પર પાકિસ્તાન સેના સામે લડાઈ લડવી પડી રહી છે.

આ વખતે સીઝ ફાયર ઉલ્લંઘનમાં જ ભારતીય સેનાના 10 જવાન શહીદ થઇ ચુક્યા છે.

આ વખતે ભારતીય સેના વિરુદ્ધ પાકિસ્તાન જે હથિયાર નો ઉપયોગ કરી રહ્યું છે તે અમેરિકા ઘ્વારા તેમને વર્ષ 2007 માં તાલિબાન વિરુદ્ધ સેલ્ફ ડિફેન્સ માટે આપવામાં આવ્યા હતા. પાકિસ્તાન જે એન્ટી ટેન્ક મિસાઈલનો ઉપયોગ કરી રહ્યું છે તે ત્રણ થી ચાર કિલોમીટર દૂરથી જ ભારતીય છાવણીને ખતમ કરી રહ્યું છે. ભારતીય સેના વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવી રહેલા હથિયાર વિશે ભારતે અમેરિકન પ્રતિનિધિને માહિતી આપી છે.

હાલમાં ભારત માટે ચિંતાનો વિષય છે કે જમ્મુ અને કાશ્મીરમાં થતા આતંકી હુમલા સાથે તેમને પાકિસ્તાન સામે પણ લડાઈ કરવી પડી રહી છે. એટલું જ નહીં પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા પાકિસ્તાનની આર્થિક મદદ રોક્યા પછી પણ સરકાર પર કોઈ અસર પડતો દેખાઈ રહ્યો નથી.

Jigisha Makwana

Comments

Popular posts from this blog

વિશ્વ માતૃભાષા દિન

ગુજરાતી સુવિચાર

બેટી બચાવો !