News by Jigisha Makwana

PM મોદી પહોંચ્યા સુરત, રન ફોર ન્યૂ ઇન્ડિયા મેરેથોન દોડનું કરાવશે ફ્લેગ ઓફ


સુરતઃ આજે રન ફોર ન્યૂ ઇન્ડિયા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી ન્યૂ ઇન્ડિયા સંકલ્પ મેરેથોન દોડને ફ્લેગ ઓફ કરાવવા પહોંચ્યા છે.

મહત્વનું છે કે પીએમ મોદી વિશેષ વિમાન મારફતે સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. પીએમ એરપોર્ટ પર 15 મિનિટ રોકાયા હતા. પીએમ મોદીનું સીએમ વિજય રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલે સ્વાગત કર્યું હતું.

પીએમના આગમનને લઇ સુરતીઓમાં ઉત્સાહ છવાયો. પીએમ મોદીએ રોડ શો કર્યો હતો. જે દરમિયાન રસ્તાની બંન્ને બાજુએ લોકોની કતારો લાગી હતી. પીએમ મોદી સુરત એરપોર્ટથી લાલભાઇ સ્ટેડિયમ જવા રવાના થયા હતા. પીએમ મોદીએ એરપોર્ટ બહાર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

JIGISHA MAKWANA

Comments

Popular posts from this blog

વિશ્વ માતૃભાષા દિન

ગુજરાતી સુવિચાર

બેટી બચાવો !