Gujarati News
સુરતઃ ડોક્ટરના ઘરમાં થતી હતી વારંવાર ચોરી, દર્દી નીકળ્યો ચોર
સુરતના સૈયદપુરામાં ડો.ભક્કાના મકાન અને ક્લિનિકમાં વારંવાર ચોરી અને લૂંટની ઘટનાના રહસ્ય પરથી આખરે પડદો ઊંચકાઇ ગયો છે. ચોકબજાર પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનાનો ભેદ ઉકેલી નાંખી ચોરી કરનારા ૩ ભંગારિયા પૈકી મુખ્ય સૂત્રધાર એવા એક આરોપીને પકડી પાડયો હતો. દવા અને ભંગાર લેવા જતા એકલા રહેતા વૃદ્ધ ડોક્ટરનું મકાન ચોરી કરવા માટે સેફ જણાતા વારંવાર ચોરી કરી હતી.
મળતી વિગતો પ્રમાણે સૈયદપુરામાં શાહપોર વાંકી બોરડી નજીક રહેતા ડો.સરોસ સામ ભક્કાના મકાનમાં સપ્તાહ પહેલાં લૂંટની ઘટના બની હતી.
ડો.ભક્કા પર હુમલો કરી બદમાશો રોકડ રકમ લૂંટી નાસી ગયા હતા. છેલ્લાં આઠેક મહિનામાં ડોક્ટરના મકાનમાં ઉપરાછાપરી ચોરી અને લૂંટના ચાર બનાવો બનતા પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. આ વખતે ચોકબજાર પોલીસે ગંભીર બની તપાસ આદરી હતી. સીસીટીવી ફૂટેજ સાથે મોબાઇલ ટેકનિકલ સર્વેલન્સની મદદ લેતા પોલીસને કડી મળી હતી.
ફૂટેજમાં આવેલી બાઇકના નંબરના આધારે તપાસ કરતા ગુનાનો ભેદ ઉકેલાય ગયો હતો.
પોલીસે સમીમ સમસુ સૈયદ (ઉ.વ.૨૯, મુળ ભરતપુર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. સમીન ભંગારનું કામ કરે છે. થોડાં સમય પહેલાં તે ડો.ભક્કાને ત્યાં દવા લેવા ગયો હતો ત્યારે તેને અહીં વયોવૃદ્ધ ડોક્ટર એકલા જ રહેતા જણાયા હતા.
બીજી વખત ભંગાર લેવા જતા અહીં રેકી કરી હતી અને બાદમાં ચોરીનો પ્લાન ઘડયો હતો. ૮ મહિનામાં મિત્રો સાથે ૩ વખત ચોરી કરી હતી અને ગત સપ્તાહે ચોરી કરવા ઘૂસતા ડો.ભક્કાનો ભેટો થઇ ગયો હતો અને બાદમાં તેઓ હુમલો કરી ભાગી છૂટયા હતા. આ ઘટના બાદ તેઓ હરિયાણા નાસી છૂટયા હતા. ચોકબજાર પોલીસે સમીમને હરિયાણાની પકડી પાડયો હતો.
જ્યારે તેના સાથી મોહમંદ અજીમ સૈયદની શોધખોળ આદરી છે. દેવું વધી જતા સમીમ ચોરીના રવાડે ચઢી ગયો હતો.
Jigisha Makwana

Comments
Post a Comment