News By Jigisha

અમેરિકાઃ ફ્લોરિડાની સ્કૂલમાં પૂર્વ વિદ્યાર્થીએ કર્યો ગોળીબાર, 17ના મોત


અમેરિકાના ફઅલોરિડાની હાઇસ્કૂલમાં ગોળીબારીની ઘટનામાં 17 લોકોના મોત થયા છે. 19 વર્ષીય બંધૂકધારી પૂર્વ વિદ્યાર્થીએ આ ખૂની ખેલ ખેલ્યો હોવાનું માનવમાં આવી રહ્યું છે. આ વિદ્યાર્થીને સ્કૂલ તંત્ર દ્વારા હાંકી કાઢવામાં આવ્યો હતો. આ ઘટના ભારતીય સમય અનુસાર બુધવારની મોડી રાત્રે થઇ હતી. સ્થાનિક પોલીસે આ પૂર્વ વિદ્યાર્થીને પકડી પાડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે મિયામીની આશરે 72 કિલોમીટર ઉત્તરમાં પાર્કલેન્ડમાં મારર્જરી સ્ટોનમેન ડગલસ હાઇસ્કૂલમાં ક્લાસ પૂરી થાય તે પહેલાજ હિંસાની શરૂઆત થઇ હતી. બ્રોવર્ડ કાઉંટીના શેરિફ સ્કોટ ઇજરાયલના જણાવ્યા અનુસાર બંધૂકધારીની ઓળખ નિકોલસ ક્રૂઝના રૂપમાં થઇ છે જે પહેલા આ જ સ્કૂલનો વિદ્યાર્થ રહી ચૂક્યો છે.

ક્રૂઝને અનુશાસનહીનતા માટે સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે મેં ગવર્નર રિક સ્કોટ સાથે વાત કરી છે. એજન્સીઓ સાથે મળીને સંપૂર્ણ તત્પરતાની સાથે કામ કરીશું.

ઘટનામાં માર્યા ગયા લોકો અને પરિવાર સાથે મારૂ પુરી સંવેદના છે. કોઇપણ બાળક, શિક્ષક કે પછી અન્ય અમેરિકન સ્કૂલોને અસુરક્ષિત મહેસૂસ ન થવું જોઇએ.

Jigisha Makwana

Comments

Popular posts from this blog

વિશ્વ માતૃભાષા દિન

ગુજરાતી સુવિચાર

બેટી બચાવો !