News by Jigisha Makwana
ચોંકાવનારો અહેવાલ, 54 વર્ષના ડેમ નિર્માણના ઈતિહાસમાં નર્મદા ડેમની સપાટી પહેલીવાર ડેડ સ્ટોરેજે પહોંચશે
શિયાળાની વિદાય સાથે હજી ગરમીએ એન્ટ્રી સાથે 34 ડીગ્રી તાપમાન વચ્ચે પોતાની આછેરી ઝલક જ બતાવી છે ત્યાં 54 વર્ષના ડેમ નિર્માણના ઈતિહાસમાં 88 મીટરથી લઈ આજે 138.68 મીટરે પહોંચેલા સરદાર સરોવર નર્મદા ડેમમાં હવે પાણીનો જીવંત જથ્થો માત્ર એક જ ટકા બચ્યો હોવાનું ગુરૃવારે સેન્ટ્રલ વોટર કમિશનને દેશના 91 મુખ્ય જળાશયોની રહેલી સ્થિતિ સાથે નર્મદા ડેમના આંકડા પ્રસિધ્ધ કર્યા છે. ગુજરાતમાં પાણીની કટોકટી ન સર્જાય તે માટે ડેડસ્ટોરેજ 110.64 મીટર બાદ પણ 88 મીટર સુધી ડેમના જળનો ઉપયોગ કરવા
અનુમતિ અપાઈ છે.
અત્યાર સુધીમાં નર્મદા ડેમના ઈતિહાસમાં પ્રથમ વખત ફેબ્રુઆરી મહિનામાં સરદાર સરોવરમાં જળસ્તર ચિંતાજનક સ્તરે પહોંચ્યા છે.
ગુજરાતની જીવાદોરી ગણાતો નર્મદા ડેમ આજે પોતે જ પાણી માટે તરસી રહ્યો છે. ડેમમાં હાલ પાણીનો જીવંત જથ્થો માત્ર એક ટકા જ બાકી રહ્યો છે. સેન્ટ્રલ વોટર કમિશને ગુરૃવારે દેશના 91 જળાશયો સાથે ગુજરાતના 10 મુખ્ય જળાશયોની સ્થિતિના આંકડા રજુ કર્યા છે જેમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં જીવંત જથ્થો માત્ર એક ટકા જ બાકી રહ્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. ડેડસ્ટોરેજથી ડેમની સપાટી માત્ર 57 સે.મી. દુર છે. ગત વરસે આ સમયગાળામાં ડેમમાં 23 ટકા જીવંત જળસ્તર હતા જયારે છેલ્લા 10 વર્ષની સરેરાશ પણ 19 ટકા છે. હાલ ડેમની સપાટી 111.21 મીટર છે. ડેમના સતત ઘટી રહેલા જળસ્તર અને આ વખતે ઉનાળો વધુ આકરો બનવાની હવામાનની આગાહીઓ વચ્ચે માર્ચ અને એપ્રિલ મહિનામાં જ રાજયમાં પાણીના ડાકલા વાગે તેવી સ્થિતિ સર્જાય શકે છે.
રાજયના ૧૦ જળાશયોમાં સરેરાશ ૪૩ ટકા જ જથ્થો
જળાશયજથ્થો (ટકામાં)મહત્તમ સપાટીહાલની સપાટીઉકાઈ૩૭૧૦પ.૧૬૯પ.૯૬ધરોઈ૩૧૧૮૯.પ૯૧૮૩.૧૩કડાણાપ૧૧ર૭.૭૦૧રર.૯૧શેત્રુંજી૩પપપ.પ૩પર.૦૭ભાદર૩ર૧૦૭.૮૯૧૦૩.૯રદમણગંગા૬૮૭૯.૮૬૭૬.૭પદાટીવાડાપ૦૧૮૪.૧૦૧૭૭.૯૭સરદાર સરોવર૦૧૧૩૮.૬૮૧૧૧.ર૧કરજણ૬૮૧૧પ.રપ૧૧પ.રપ
બે દિવસમાં સપાટી વધુ 8 સે.મી. ઘટી
પાણીની અછત વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસ્તર ગરમીના ઉંચે ચઢતા પારાની જેમ સતત ઘટતા જઈ રહ્યા છે. બે દિવસમાં ડેમની સપાટીમાં 8 સે.મી.નો ઘટાડો નોંધાયો છે. ગુરૃવારે ડેમની સપાટી 111.29 મીટર હતી જે આજે શનિવારે સવારે ઘટીને 111.21 મીટરે પહોંચી હતી.
હાલની ડેમની સ્થિતિ
પ૮૬૯ કયુસેક ઈન્ફલો
૯૧૩૯ કયુસેક સી.એચ.પી.એચ.નો વપરાશ
૮૦પ૬ કયુસેક કેનાલમાં છોડાતુ પાણી
૬૧૮ કયુસેક ગોડબોલેમાંથી છોડાતુ પાણી
જુલાઈ સુધી રાજય 13.21 મીટર પાણી ખેંચી શકશે
નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ ગુજરાતને ડેમના ડેડસ્ટોરેજ સુધી પાણી વપરાશનો ઉપયોગ કરવા મંજૂરી આપી છે. ડેમની સપાટી 111.64 મીટર પહોંચશે ત્યારે ઈરીગેશન બાયપાસ ટનલમાં પાણી પહોંચાડી તેના થકી રાજયમાં ડેમના પાણીનો ઉપયોગ કરી શકાશે. ડેમના ડેડ સ્ટોરેજ 88 મીટર સુધી રાજય નર્મદા પાણીનો ઉપયોગ કરી શકશે એટલે કે 15 જુલાઈ સુધી ગુજરાત ડેમમાંથી 13.21 મીટર પાણી ખેંચી શકશે.
JIGISHA MAKWANA

Comments
Post a Comment