Gujarati News

મોડાસા: ચોરીના મોબાઈલ વેચવાનાં ધીકતા ધંધા પર પોલીસે માર્યો છાપો મોડાસા શહેરમાં ચોરીના મોબાઈલ વેચવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. અનેક રાજ્યમાંથી ચોરાયેલા મોબાઈલ સસ્તા ભાવે વેચવાનું નેટવર્ક ધમધમી રહ્યું છે. ત્યારે રવિવારે મોડી સાંજે ટાઉન પોલીસે ત્રણ દુકાનમાં છાપો માર્યાે હતો અને ૮૩ હજારની કિંમતના બિલ વગરના ૧૫ મોબાઈલ કજબે લેવામાં આવ્યા હતાં. લાંબા સમય બાદ પોલીસને રેડ પડતાં ચોરીના અને બિલ વગરના મોબાઈલ વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સમગ્ર રાજ્યમાં મોડાસા બિલ વગરના અને ચોરીના મોબાઈલની ખરીદી માટેનું એપી સેન્ટર છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા મોટા શહેરોમાંથી ચોરાતા મોબાઈલ મોડાસા સુધી ચોક્કસ નેટવર્ક મારફતે વેચાણ અર્થે આવે છે. છેલ્લા કેટલાય સમયથી ચોરીના અને બિલ વગરના મોબાઈલ વેચવાનો કારોબાર ચાલી રહ્યો હોવા છતાં પોલીસ નામ પૂરતી જ તપાસ કરે છે. દરમિયાન સોમવારે મોડી સાંજે મોડાસા ટાઉન પોલીસે શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોબાઈલની દુકાનોમાં ઓચિંતો છાપો માર્યાે હતો. જેમાં ત્રણ મોબાઈલની દુકાનમાંથી બિલ વગરના ૧૫ મોબાઈલ કબજે લેવાયા હતાં. ટાઉન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર લ...