ગુજરાતી સમાચાર

અજાણ્યા યુવકની સળગતી હાલતમાં મળી લાશ,કિસ્સો ટોક ઓફ ધ ટાઉન

સુરેદ્રનગરમાં અજાણ્યા યુવકની સળગતી લાશ મળી આવતાં લોકોમાં આશ્ચર્ય સર્જાવા સાથે પ્રશ્નાર્થ ઉભા થયા હતા.બામણમોર તાલુકાના નવાગામ પાસે સળગતી હાલતમાં યુવકની લાશની વાત પંથકમાં વાયુવેગે પ્રસરી હતી.


આ ઘટનાની જાણ થતાં સરેન્દ્રનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.લાશની આસપાસ કંકુ અને ચોખા વેરાયેલા પણ જેવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સળગેલી લાશ પાસેથી કંકૂ અને ચોખા મળી આવતા કોઇ તાંત્રિક ક્રિયા કરવામાં આવેલ હોય તેવું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યુ હતુ.


આ ઘટનાને પગલે સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. જો કે પોલીસે આ લાશને પોસ્ટમોર્ટમ કરવામાં માટે મોકલી આપી સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

જીગીશા મકવાણા


Comments

Popular posts from this blog

વિશ્વ માતૃભાષા દિન

ગુજરાતી સુવિચાર

બેટી બચાવો !