Gujarati news

US વધુ 1000 સૈનિકો અફઘાનિસ્તાન મોકલશે, નિર્ણયનું મોદી સાથે ખાસ કનેક્શન?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી એ હદે પ્રભાવિત છે તેનો અંદાજ તમે આ વાત પરથી લગાવી શકો કે જ્યારે તેઓ મોદીની ચર્ચા કરે છે તો મોદીના અંદાજમાં જ વાત કરે છે. અમેરિકન મીડિયાના રિપોર્ટસ પ્રમાણે ટ્રમ્પ એકદમ મોદીના અંદાજમાં વાત કરવાની નકલ કરે છે. એક એવા વ્યક્તિ જે અંગ્રેજી સમજે છે તેમ છતાંય પોતાની રાષ્ટ્રભાષા હિન્દીમાં વાત કરવી યોગ્ય સમજે છે.

આ રિપોર્ટ અમેરિકા દ્વારા ટૂંક સમયમાં જ અફઘાનિસ્તાનમાં વધુ 1000 સૈનિકોને મોકલવાના સંબંધમાં છે. અમેરિકન સેનાના વરિષ્ઠ અધિકારીઓના મતે અફઘાનિસ્તાનમાં પહેલેથી જ 14000 સૈનિકો હાજર છે. હવે બીજા એક હજાર સૈનિકોને મોકલવાની તૈયારી છે.

પીએમ મોદીએ ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં અમેરિકાના યોગદાનના વખાણ કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે દુનિયાના કોઇપણ દેશ એ કોઇપણ ફાયદા વગર અફઘાનિસ્તાનમાં આટલું મોટુ યોગદાન આપ્યું નથી જેટલું અમેરિકાએ આપ્યું છે.

વૉશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ મુજબ ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓનું કહેવું છે કે અમેરિકન રાષ્ટ્રપતિએ પીએમ મોદીના એ નિવેદનને ગંભીરતાથી લીધું. તેમના માટે મોદીનું એક નિવેદન એક પ્રકારના પુરાવા તરીકે હતું કે બાકીની દુનિયા અમેરિકાને કંઇ રીતે જુએ છે.

અમેરિકન અધિકારીઓએ કહ્યું કે ટ્રમ્પ ભારતીય વડાપ્રધાન અને તેમની બોલવાની શૈલીથી એ હદે પ્રભાવિત છે કે જ્યારે તેઓ મોદીના નિવેદન અંગે જણાવી રહ્યા હતા ત્યારે તદ્દન પીએમ મોદીના અંદાજમાં જ કહ્યું હતું. જો કે પેંટાગનના અધિકારીઓ પર સૈનિકોની વધતી સંખ્યાને રોકવાનું પણ દબાણ છે પરંતુ કદાચ પીએમ મોદીના નિવેદનના લીધે અમેરિકા આ પગલું ઉઠાવી રહી છે. તેના અંતર્ગત અમેરિકન રોકાણ પણ વધશે. એક અધિકારીએ કહ્યું કે વધુ અમેરિકન સૈનિકો કે સલાહકારોની મદદથી આવનારા બે વર્ષમાં 80 ટકા દેશના વિસ્તાર પર અફઘાન સેના અને પોલીસબળનું નિયંત્રણ હશે.

જો કે અમેરિકન રક્ષા મંત્રી જિમ મૈટિસ એ વધુ સૈનિકોને અફઘાનિસ્તાન મોકલવાના પ્રસ્તાવ પર હજુ હસ્તાક્ષર કર્યો નથી. આ પ્રસ્તાવ અફઘાન ફોર્સીસને મજબૂત કરવાના વ્યાપક પ્રસ્તાવનો હિસ્સો છે, તેનાથી આવનારા સમયમાં તાલિબાનને ધ્વસ્ત કરી શકાશે. જો કે અફઘાનિસ્તાનમાં આતંકી મુદ્દાને ઉકેલવા માટે અમેરિકાએ નવી રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેના અંતર્ગત અમેરિકન સૈન્ય નવી કોમ્બેટ એડવાઇઝરી ટીમને તૈનાત કરી રહ્યું છે. તેમણે અફઘાનિસ્તાનના એ વિસ્તારોમાં મોકલાશે જ્યાં હુમલા વધુ થાય છે અને જયાં પહોંચવું મુશ્કેલ હોય છે.


આની પહેલાં ઓબામા વહીવટીતંત્ર એ અફઘાનિસ્તાનમાંથી સૈનિકોને સ્વદેશ બોલાવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જો કે આંકડા બતાવે છે તે ટ્રમ્પના એક વર્ષના કાર્યકાળમાં સૈનિકોની સંખ્યા વધી છે. તેના માટે સંઘર્ષ વધવાનો તર્ક અપાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં અફઘાનિસ્તાનમાં તૈનાત અમેરિકન સૈનિકોનો આંકડો 8500થી વધી 14,000 થઇ ગયો છે.

~~ જીગીશા મકવાણા ~~

Comments

Popular posts from this blog

વિશ્વ માતૃભાષા દિન

ગુજરાતી સુવિચાર

બેટી બચાવો !