Gujarati News
અસ્ત્ર, શસ્ત્ર અને યંત્રના અધિષ્ઠાતા ભગવાન વિશ્વકર્મા જયંતિની ગરબાડામાં પંચાલ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
આજ મહા સુદ તેરસ એટલે દેવતાઓના સ્થપતિ (આર્કિટેક્ટ) તરીકે જેમની ગણના થાય છે તેવા દેવ સ્થપતિ શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિ, શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિ ભારતભરમાં ભવ્યાતીભવ્ય રીતે ઊજવવામા આવે છે. આજરોજ તા.૨૯/૦૧/૨૦૧૮ ના રોજ શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિ નિમિતે ગરબાડામાં પંચાલ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાડા ખાતે આવેલ વિશ્વકર્મા મંદિરે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી નિમિતે ગરબાડા વિશ્વકર્મા મંદિરે સવારના નવ કલાકે શ્રી વિશ્વકર્મા ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે ગરબાડા નગરમાં શ્રી વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા વાજતે ગાજતે નીકાળવામાં આવી હતી. ત્યાર બાદ આરતી તેમજ સાંજના સમયે સમાજના લોકો માટે સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી નિમિતે ગરબાડા, ગાંગરડી, ચંદલા, જાંબુઆ, ટૂંકી વિગેરે ગામોના પંચાલ સમાજના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ગરબાડા ખાતે વિશ્વકર્મા મંદિરે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી ધામધૂમથી કરી હતી.
Jigisha Makwana

Comments
Post a Comment