ગુજરાતી સમાચાર

→ વાપી જીઆઇડીસીમાં ગેસ લીકેજ થતા લોકોને ઘર છોડવાની ફરજ પડી


વાપી જીઆઇડીસીમાં ગેસ લીકેજની ઘટના બની છે.વાપીના હન્ડ્રેડ શેડ કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ લીકેજ થયો છે.ગેસ લીકેજ થતાની સાથે જ આસપાસના વિસ્તારના લોકોને ઘર છોડીને દૂર નાસી જવાની ફરજ પડી છે.


કંપનીની આજુબાજુમાં એક્તાનગર અને ડુંગરી ફળીયા વિસ્તાર આવેલો છે.આ વિસ્તારમાં અનેક લોકો વસવાટ કરે છે.ઝેરી ગેસ લીકેજ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.લોકેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી આ ઉપરાંત અનેક લોકોની આંખોમાં બળતા લોકોએ ઘર છોડીને દૂર જવાનું શરૂ કરી દીધુ હતુ

જીગીશા મકવાણા

Comments

Popular posts from this blog

વિશ્વ માતૃભાષા દિન

ગુજરાતી સુવિચાર

બેટી બચાવો !