Gujarati News
અમદાવાદ : મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગની મહિલાઓને પોષાય તેવા ખર્ચે હવે સેનિટરી પેડ મળશે. ગ્રામ્ય અને નાના શહેરોમાં વંચિત મહીલાઓના આરોગ્ય અને સ્વચ્છતાનાં ધોરણો ઉંચા લઈ જવા અને બહેતર સ્વાસ્થય માટે અમદાવાદના શુભ્રા પ્રિયમવદા ફાઉન્ડેશન દ્વારા અસારવામાં સેનિટરી નેપકિન પેડના ઉત્પાદન એકમનો પ્રારંભ કરાયો છે.
સસ્તામાં મળશે સેનિટરી પેડ
શુભ્રા પ્રિયમવદા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના અસારવામાં એક ઉત્પાદન યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં માસિક 35 થી 40 હજારની પ્રોડક્શન કેપેસિટી સાથે સેનિટરી પેડનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આ સેનિટરી પેડની ખાસિયત એ છે કે તે બાયોડિગ્રેડેબલ છે અને તેને બનાવવામાં કેળાના પલ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે આ પેડ સંપૂર્ણ રીતે ઇકોફ્રેન્ડલી છે. આ સેનિટરી પેડનું નાનું પેકેટ માત્ર 2.50 રૂપિયામાં જ્યારે મોટુ પેકેટ 3 રૂપિયા જેટલી નીચી કિંમતમાં તૈયાર થશે. હાલ માર્કેટમાં જે બ્રાન્ડેડ કંપનીઓના પેડ મળે છે તેની કિંમત 24 રૂપિયાથી શરૂ થઇને 50 કે 60 રૂપિયા જેટલી હોય છે. જે નાના શહેરો કે ગામડાની મહિલાઓને આર્થિક રીતે પોષાતા નથી. પરંતુ હવે તેમને પોષાય તેવી કિંમતે બજારમાં આ પેડનું વેચાણ થશે.
Comments
Post a Comment