News by Jigisha Makwana
પાલનપુર તાલુકા પંચાયતમાં ઢીશૂમ.. ઢીશૂમ.. : તલાટીને માર મારતા સારવાર અર્થે ખસેડાયો
પાલનપુર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા લીવ રીઝર્વ તલાટીને ટપાલ લઈ જવા આ જ કચેરીમાં તેમની બાજુના ટેબલ પર બેસતા કર્મચારીએ તકરાર કરી બાજુમાં પડેલ લાકડાનું ટેબલ ઉપાડી માથામાં મારી ગંભીર ઈજા કરતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે હવે સમગ્ર મામલો પોલીસ થાણે પહોંચ્યો છે.
ઉપરોક્ત બનાવ સંદર્ભે ઈજાગ્રસ્તના જણાવ્યા અનુસાર પાલનપુર તાલુકા પંચાયતમાં લીવ રીઝર્વ તલાટી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ હરીભાઈ ચૌધરી આજે બપોરના સુમારે તાલુકા પંચાયતમાં પોતાના ટેબલ પર બેસી કામ કરી રહ્યા હતા તે વખતે તેમની જ કચેરીમાં તેમની બાજુના ટેબલ પર બેસતા કર્મચારી હિતેશ ચૌધરી નામના ઈસમ આવતા તેમની ટપાલ આવી હોવાનું કહેતા બન્ને વચ્ચે તકરાર થતા મામલો બિચક્યો હતો અને લીવ રીઝર્વ તલાટી રમેશભાઈ ચૌધરીને આ શખ્સે બાજુમાં પડેલ લાકડાનું ટેબલ માથામાં મારતા તેઓને ગંભીર ઈજા થઈ હતી.
બનાવને પગલે તાલુકા પંચાયત કચેરીમાં ટોળા એકઠા થઈ ગયા હતા અને ઘટનાસ્થળે હાજર તલાટી રમેશભાઈના સગા ગોવિંદભાઈ પટેલે તેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. આ અંગે ઈજાગ્રસ્ત રમેશભાઈએ જણાવ્યુ હતુ કે છેલ્લા ૧પ દિવસથી શાખામાં કોઈ હાજર ન હોઈ ટપાલો જાતે આપવા જતા હતા અને ટપાલો ભેગી થઈ ગયેલ હોઈ તેઓએ આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોર્યુ હતુ ત્યારે હિતેશ ચૌધરીને આજે તેમની ટપાલ આવી હોવાનું જણાવતા ઉશ્કેરાઈ જઈ ટેબલ માર્યુ હતુ તેમ જણાવ્યુ હતુ. આમ, પાલનપુર તાલુકા પંચાયતમાં ટપાલ લઈ જવા બાબતે લીવ રીઝર્વ તલાટીને અન્ય કર્મચારીએ માર મારતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જ્યાં ઈજાગ્રસ્તના સગા ગોવિંદભાઈ પટેલે ઉપરોક્ત હિતેશ ચૌધરી નશામાં હોવાના આક્ષેપ કર્યા હતા અને તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવા માંગ કરી હતી.
JIGISHA MAKWANA

Very good work
ReplyDelete