Posts

International women's Day

Image
08 March as an international women's day Theme : Protests across the world as women press for progress. સયુંક્ત રાષ્ટ્રસંઘ , ( યુનો ) દ્વારા સમગ્ર  વિશ્વમાં   આંતરરાષ્ટ્રીય મહિલા દિન  દર વર્ષે  ૮મી માર્ચના  દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે  નારીના  ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં  શિક્ષણનો  વ્યાપ વધે તેમ જ તેઓ  કુરિવાજો  તથા  રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ ત્રીજા  વિશ્વના  દેશોમાં  સ્ત્રી સાક્ષરતાનો  દર ઘણો નીચો છે. જો કે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાય રહી છે. આજે  વિજ્ઞાન ,  ટેકનોલોજી  સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. આમ છતાં  ભારત  દેશ અને એમાં  ગુજરાત  રાજ્યમાં પણ સરકાર  કન્યા કેળવણી અભિયાન ,  બેટી બચાવો અભિયાન ,  સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ  જેવા પ્રયાસ આદ...

News by Jigisha Makwana

Image
ચીનને ચેતવણી આપવા 42 વર્ષ પછી અમેરિકી એરક્રાફ્ટ વિયેતનામ પહોંચ્યું વિયેતનામ યુદ્ધ પછી પહેલીવાર અમેરિકી એરક્રાફ્ટ વિયેતનામ પહોંચ્યા થી આખી દુનિયા ચોકી ગયી છે. વિયેતનામ માં અમેરિકી એરક્રાફ્ટ પહોંચવા થી યુએસ અને ચીનના સંબંધમાં ફરી એકવાર તીખાશ આવી છે. આ યાત્રાને બે પૂર્વ દુશ્મન રાષ્ટ્રો વચ્ચે ઉભરી રહેલી દોસ્તીને મજબૂત કરવાની તક માની શકાય છે. વિયેતનામ ડા નેંગ શહેરમાં યુએસ કાર્લ વિન્સન પોતાના 5500 નેવી સૈનિક બે અન્ય જહાજ સાથે 5 દિવસની યાત્રા પર પહોંચ્યા છે. વિયેતનામ યુદ્ધ પછી પહેલીવાર અમેરિકા એ પહેલીવાર પોતાનું એરક્રાફ્ટ વિયેતનામ મોકલ્યું છે. જેના કારણે સાઉથ ચીન સી માં ચાલી રહ્યા વિવાદનું મૂળ ચીન નારાજ છે. પરંતુ હજુ સુધી આ એરક્રાફ્ટ માટે ચીન તરફથી કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ત્યાં જ વિયેતનામ વિદેશ મંત્રાલય ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ એરક્રાફ્ટનો ઉદેશ વિસ્તારમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા, વિકાસ અને સહયોગ કરવાનો છે. આ પહેલા સાઉથ ચાઈના સી માં અમેરિકી શિપ જોતા ચીન તેના પર આપત્તિ દર્શાવી ચૂક્યું છે. સાઉથ ચાઈના સી માં ઘણી વાર અમેરિકી અને ચીન શિપ સામસામે આવી ચુક્યા છે. ચીન લાંબા ...

News by Jigisha Makwana

Image
પાલનપુર તાલુકા પંચાયતમાં ઢીશૂમ.. ઢીશૂમ.. : તલાટીને માર મારતા સારવાર અર્થે ખસેડાયો પાલનપુર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા લીવ રીઝર્વ તલાટીને ટપાલ લઈ જવા આ જ કચેરીમાં તેમની બાજુના ટેબલ પર બેસતા કર્મચારીએ તકરાર કરી બાજુમાં પડેલ લાકડાનું ટેબલ ઉપાડી માથામાં મારી ગંભીર ઈજા કરતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે હવે સમગ્ર મામલો પોલીસ થાણે પહોંચ્યો છે. ઉપરોક્ત બનાવ સંદર્ભે ઈજાગ્રસ્તના જણાવ્યા અનુસાર પાલનપુર તાલુકા પંચાયતમાં લીવ રીઝર્વ તલાટી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ હરીભાઈ ચૌધરી આજે બપોરના સુમારે તાલુકા પંચાયતમાં પોતાના ટેબલ પર બેસી કામ કરી રહ્યા હતા તે વખતે તેમની જ કચેરીમાં તેમની બાજુના ટેબલ પર બેસતા કર્મચારી હિતેશ ચૌધરી નામના ઈસમ આવતા તેમની ટપાલ આવી હોવાનું કહેતા બન્ને વચ્ચે તકરાર થતા મામલો બિચક્યો હતો અને લીવ રીઝર્વ તલાટી રમેશભાઈ ચૌધરીને આ શખ્સે બાજુમાં પડેલ લાકડાનું ટેબલ માથામાં મારતા તેઓને ગંભીર ઈજા થઈ હતી. બનાવને પગલે તાલુકા પંચાયત કચેરીમાં ટોળા એકઠા થઈ ગયા હતા અને ઘટનાસ્થળે હાજર તલાટી રમેશભાઈના સગા ગોવિંદભાઈ પટેલે તેઓને સારવાર અર્થે ...

National science day by Jigisha Makwana

Image
                         રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારતના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ.સી.વી.રામને “ રામન પ્રભાવ “ એટલે કે રામન ઈફેક્ટની શોધ તા. ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ કરી હતી અને પરિણામો મેળવ્યા હતા. આ તેમણે ઈ.સ. ૧૯૩૦માં નોબલ પારિતોષિક એનાયત થયું. ભારતમાં સૌપ્રથમ વિજ્ઞાનક્ષેત્રે ૧૯૬૪માં નોબલ પારિતોષિક મેળવનાર પ્રથમ વિજ્ઞાની હતા. ડૉ.સી. વી. રામનનું જીવન સાદગીપૂર્ણ અને સરળ હતું. સર સી.વી.રામને શોધી કાઢ્યું કે પ્રકાશનું કિરણ સાત રંગનું બનેલું છે. આ સંશોધનને એમણે ‘ રામન પ્રભાવ’  નામ આપ્યું. તેમના કહેવાનુસાર “ પ્રકાશના કિરણોનું નિયમિત પરાવર્તન થઈ તો પ્રકાશની તરંગલંબાઈમાં ફેરફાર થતો નથી. પરંતુ જો એનું અનિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગલંબાઈમાં ફેરફાર માલૂમ પડે છે.”નો શોધ માટે તેમણે બનાવેલ સાધનનો ખર્ચ માત્ર રૂપિયા ૨૦૦/- થયો હતો. પરંતુ તેના દ્વારા વિજ્ઞાનની એક નવી દિશા ખુલી. આ રમણ પ્રભાવનો ઉપયોગ વિવિધ પદાર્થોના આતરિક બંધારણ જાણવામાં થાય છે. સમગ્ર વિશ્વમાં આ શોધ દ્વારા ગૌરવ પ્રાપ્ત થયું હતું. અને તેની જાહેરાત સૌપ્રથમ ૨૮ ફ...

બેટી બચાવો !

Image
બેટી બચાવો વિશે મારા થોડાક શબ્દો આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરું છું આ બ્લોગ પર જો આપ સૌ મિત્રોને મારી પોસ્ટ સારી લાગે તો જરૂર શેર કરજો.. ઘણાં પ્રાણીઓ પૃથ્વી પરથી લુપ્ત થઇ ગયા છે. તેમની જાત લુપ્ત થઇ ગઈ છે. આપણે ડાઈનોસોર જેવાં પ્રાણીઓના માત્ર નામો સાંભળેલા છે અથવા તો ચિત્રો જ જોયાં છે. પરંતુ ક્યારેય એ વિચાર્યું છે કે માનવજાત લુપ્ત થઇ જાય તો? આપણું અસ્તિત્વ જ ન રહે તો? આ ગંભીર પ્રશ્ન આપણી સામે આવ્યો છે. તેવી પરિસ્થિતિ આપણે જ ઊભી કરી છે. શું આપણે એ નથી જાણતા કે માનવ જીવન માત્ર એક ‘માતા’ જ આપી શકે? અને માતા કોઈ અન્ય માતાની ‘પુત્રી’ જ હોય છે એ પણ આપણે જાણીએ જ છીએ છતાં એની ભૃણ હત્યા કરીને આપણે આપણો જ વિનાશ નોતરી રહ્યાં છીએ. આ ગંભીર વાત છે અને તેની ગંભીરતા સમજવી બહુ જ જરૂરી છે. એકમાત્ર માણસને જ મળેલી બુદ્ધિની બક્ષીસથી માણસ આધુનિક બન્યો, શિક્ષિત બન્યો. તેણે સમાજનું સર્જન કર્યું. પણ એ સમાજ સ્ત્રી-પુરુષના સ્થાન વિષે પહેલેથી જ અવઢવમાં રહ્યો છે. કુદરતી ફરક સિવાય સ્ત્રી અને પુરુષમાં કોઈ ભેદ શા માટે ઊભો કરવામાં આવે છે તે ન સમજાય તેવી વાત છે. તેને માટે ચર્ચા, વિરોધ, લડાઈ-ઝઘડા ચાલ્યા જ કરે છે. સમાજ...

News by Jigisha Makwana

Image
PM મોદી પહોંચ્યા સુરત, રન ફોર ન્યૂ ઇન્ડિયા મેરેથોન દોડનું કરાવશે ફ્લેગ ઓફ સુરતઃ આજે રન ફોર ન્યૂ ઇન્ડિયા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી ન્યૂ ઇન્ડિયા સંકલ્પ મેરેથોન દોડને ફ્લેગ ઓફ કરાવવા પહોંચ્યા છે. મહત્વનું છે કે પીએમ મોદી વિશેષ વિમાન મારફતે સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. પીએમ એરપોર્ટ પર 15 મિનિટ રોકાયા હતા. પીએમ મોદીનું સીએમ વિજય રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલે સ્વાગત કર્યું હતું. પીએમના આગમનને લઇ સુરતીઓમાં ઉત્સાહ છવાયો. પીએમ મોદીએ રોડ શો કર્યો હતો. જે દરમિયાન રસ્તાની બંન્ને બાજુએ લોકોની કતારો લાગી હતી. પીએમ મોદી સુરત એરપોર્ટથી લાલભાઇ સ્ટેડિયમ જવા રવાના થયા હતા. પીએમ મોદીએ એરપોર્ટ બહાર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. JIGISHA MAKWANA

મારું અસ્તિત્વ

Image
                              મારું અસ્તિત્વ   મારા જીવનની કહાની તો બહુ લાંબી છે છતાં થોડું ટૂંકમાં કહી દઉં. મારું નામ રાજન. હું બાર વર્ષનો થયો ત્યારે થોડું સમજતો થયો હતો ત્યાં સુધી તો હું ખુશ જ રહેતો પણ બાર વર્ષની ઉમરે મને મારા અસ્તિત્વની સમજ આવી. મને ખ્યાલ આવ્યો કે હું એક અનાથ છું! અનાથ એટલે જેનું કોઈ ન હોય! નરી એકલતા, ભીડની વચાળ પોતાની જાતને એકલી પામવી! આમતો મને ઘણા મિત્રો મળ્યા હતા. એક સામાન્ય બાળકને જેટલા મિત્રો મળે એનાથી વધારે મિત્રો મને બાળપણમાં મળ્યા હતા. કેમ ન મળે? અનાથ આશ્રમમાં મારી ઉમરના હજારો બાળકો હતા. કોઈ નાજાયજ ઓલાદ હતી એટલે અનાથ હતું તો કોઈના માં બાપ મારી જેમ અકસ્માતમાં ગુજરી ગયા હતા એટલે અહી આવી ગયા હતા.! ટૂંકમાં બસ આધાર વગરના મારા જેવા ઘણા બદનસીબ આશ્રમમાં ભેગા થયા હતા! આમ તો મારી સાથે રમવા માટે ઘણા મિત્રો હતા પણ મને રમવામાં રસ હતો જ નહિ! અનાથ આશ્રમનું ખાવાનું પીવાનું, રહેવાનું, ભદ્દી મેડમ અને ગંદા વાહિયાત માણસોના સંચાલનમાં મને ગુંગળામણ થતી. મને એકને જ નહિ બીજા ઘણાયને એવું થતું પણ એ ...