Popular posts from this blog
વિશ્વ માતૃભાષા દિન
વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે આખો લેખ અચૂક વાંચો…ઘણું ઘણું શીખવા મળશે અને જાણવા મળશે…ગમશે જ એની ગેરેંટી….! ભારત અને ઈઝરાયલ પાસે-પાસેના સમયગાળામાં આઝાદ થયા. ઈઝરાયલનો 4000 વર્ષનો ગુલામીકાળ પસાર થઈ ગયો જ્યારે ભારત 1000 વર્ષ ગુલામ રહ્યું. આઝાદ ભારતનાં પ્રથમ વડાપ્રધાન નહેરુ તેમજ ઈઝરાયલનાં રાષ્ટ્રપ્રમુખ ભારતમાં મળ્યા. નહેરુએ પ્રમુખને કહ્યું, “ભારત ઈઝરાયલની મૈત્રી ઈચ્છે છે. આપને ભારત શું મદદ કરી શકે?” પ્રમુખે ખુમારીભર્યો પ્રત્યુત્તર પાઠવ્યો, “ઈઝરાયલને ભારતની કોઈ મદદની જરુર નથી, અમે સ્વનિર્ભર છીએ. શક્ય હોય તો ભારત એક દિવસનો વરસાદ અમને મોકલી આપે.” પ્રમુખને પૂછવામાં આવ્યું, “આપની રાષ્ટ્રભાષા તેમજ શિક્ષણનું માધ્યમ કઈ ભાષા રહેશે?” “ચોક્કસ જ હિબ્રુ ભાષા! આ તે કાંઈ પ્રશ્ન છે?”-પ્રમુખે ઉચ્ચાર્યું. “પરંતુ વિશ્વનું તમામ જ્ઞાન અંગ્રેજી ભાષામાં છે, હિબ્રુ ભાષામાં એક પણ ગ્રંથ તૈયાર નથી, તેનું શું?” વાચક મિત્ર, આપને જાણીને મહદાશ્ચર્ય થશે કે આઝાદ ઈઝરાયલમાં સાત વર્ષ સુધી શિક્ષણકાર્ય શરુ થયું ન હતું. ઈઝરાયલના તમામ વિદ્વાનોએ એક પણ પૈસો લીધા વિના દિવસના વીસ-વીસ કલાક કામ કરીને વિશ્વભરના અંગ્રેજી ગ્રંથોનું હ...
બેટી બચાવો !
બેટી બચાવો વિશે મારા થોડાક શબ્દો આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરું છું આ બ્લોગ પર જો આપ સૌ મિત્રોને મારી પોસ્ટ સારી લાગે તો જરૂર શેર કરજો.. ઘણાં પ્રાણીઓ પૃથ્વી પરથી લુપ્ત થઇ ગયા છે. તેમની જાત લુપ્ત થઇ ગઈ છે. આપણે ડાઈનોસોર જેવાં પ્રાણીઓના માત્ર નામો સાંભળેલા છે અથવા તો ચિત્રો જ જોયાં છે. પરંતુ ક્યારેય એ વિચાર્યું છે કે માનવજાત લુપ્ત થઇ જાય તો? આપણું અસ્તિત્વ જ ન રહે તો? આ ગંભીર પ્રશ્ન આપણી સામે આવ્યો છે. તેવી પરિસ્થિતિ આપણે જ ઊભી કરી છે. શું આપણે એ નથી જાણતા કે માનવ જીવન માત્ર એક ‘માતા’ જ આપી શકે? અને માતા કોઈ અન્ય માતાની ‘પુત્રી’ જ હોય છે એ પણ આપણે જાણીએ જ છીએ છતાં એની ભૃણ હત્યા કરીને આપણે આપણો જ વિનાશ નોતરી રહ્યાં છીએ. આ ગંભીર વાત છે અને તેની ગંભીરતા સમજવી બહુ જ જરૂરી છે. એકમાત્ર માણસને જ મળેલી બુદ્ધિની બક્ષીસથી માણસ આધુનિક બન્યો, શિક્ષિત બન્યો. તેણે સમાજનું સર્જન કર્યું. પણ એ સમાજ સ્ત્રી-પુરુષના સ્થાન વિષે પહેલેથી જ અવઢવમાં રહ્યો છે. કુદરતી ફરક સિવાય સ્ત્રી અને પુરુષમાં કોઈ ભેદ શા માટે ઊભો કરવામાં આવે છે તે ન સમજાય તેવી વાત છે. તેને માટે ચર્ચા, વિરોધ, લડાઈ-ઝઘડા ચાલ્યા જ કરે છે. સમાજ...

Comments
Post a Comment