News by Jigisha Makwana
લાઈમસ્ટોનના ગેરકાયદે ખનનથી રાજ્યના 11 લાખ લોકો, 7 લાખ હેક્ટર જમીનને નુકસાન સફેદ ચૂનાનો કાળો કારોબાર : ખનિજ માફિયા, રાજકારણી, તંત્રની મીલીભગત : ચૂનાનો ૫થ્થર કુદરતી રીતે ખારા પાણીને શુદ્ધ કરવાની કામગીરી કરે છે દરિયાની ખારાશને આગળ વધતી અટકાવીને પાણીને કુદરતી રીતે શુદ્ધ રાખવામાં મહત્વની ભૂમિકા અદા કરતી સૌરાષ્ટ્રના સાગરકાંઠાની ચૂનાના ૫થ્થરની દિવાલને ગંભીર ક્ષતિ ૫હોંચી છે. બેફામ બનેલા ખનિજ માફિયા હજ્જારો મેટ્રીક ટન ચૂનાના ૫થ્થરનું ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે. જમીનમાં ૧૦થી ૩૦ મીટર ઉંડાઇ સુધીમાંથી લાઇમસ્ટોન કાઢવામાં આવી રહ્યો છે. જેને લઇને પાણી શુદ્ધ થવાની પ્રાકૃતિક પ્રક્રિયા ખોરવાઇ ગઇ છે. જો આ સ્થિતિને રોકવામાં નહીં આવે તો આગામી એક દશકામાં લગભગ અડધુ સૌરાષ્ટ્ર ખારૃ ૫ટ થઇ જશે. રાજ્ય સરકારની નર્મદા, જળસં૫ત્તી, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની વેબસાઇટ ઉ૫ર સત્તાવાર રીતે જાહેર કરાયેલા આંકડા અનુસાર સૌરાષ્ટ્રના ૭,૦૦,૧૨૦ હેક્ટર જમીનને દરિયાઇ ખારાશનો એરૃ આભડી ગયો છે. જેમાં ૫૩૪ ગામડા તથા તેમાં વસવાટ કરતા ૧૦.૭૯ લાખ પ્રજાજનોનો સમાવેશ થાય છે. આ વિસ્તારના ૩૨,૭૫૦ કૂવાના પાણી ખારા થઇ ગયા છે. સૌરાષ્ટ્ર...